મહારાષ્ટ્રમાં ઉકળતો ચરુ? શિવસેના-એનસીપી અને કોંગ્રેસ આ મુદ્દે આમને સામને

મહારાષ્ટ્રમાં શિવસેના, એનસીપી, અને કોંગ્રેસના ગઠબંધનની મહાવિકાસ આઘાડી સરકારમાં બધુ ઠીકઠાક નથી. સૂત્રોના હવાલે જાણવા મળ્યું છે કે નાગરિકતા કાયદા અને એનઆરસીને લઈને એનસીપી અને શિવસેનામાં ઘર્ષણ વધી ગયુ છે.

મહારાષ્ટ્રમાં ઉકળતો ચરુ? શિવસેના-એનસીપી અને કોંગ્રેસ આ મુદ્દે આમને સામને

મુંબઈ: મહારાષ્ટ્રમાં શિવસેના, એનસીપી, અને કોંગ્રેસના ગઠબંધનની મહાવિકાસ આઘાડી સરકારમાં બધુ ઠીકઠાક નથી. સૂત્રોના હવાલે જાણવા મળ્યું છે કે નાગરિકતા કાયદા અને એનઆરસીને લઈને એનસીપી અને શિવસેનામાં ઘર્ષણ વધી ગયુ છે. મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ નાગરિકતા કાયદા અને એનપીઆરનું સમર્થન કર્યું છે. ઉદ્ધવ ઠાકરેએ કહ્યું કે સીએએ અને એનઆરસી બંને અલગ છે ને એનપીઆર પણ અલગ છે. જો સીએએ લાગુ થાય તો કોઈએ ચિંતા કરવાની જરૂર નથી. એનઆરસી લાગુ થયો નથી અને અમે તેને રાજ્યમાં લાગુ કરવાના પણ નથી. 

મહારાષ્ટ્રના સીએમએ વધુમાં કહ્યું કે જો એનઆરસી લાગુ  થાય તો તે ફક્ત હિન્દુઓ અને મુસલમાનોને જ નહીં પરંતુ આદિવાસીઓને પણ પ્રભાવિત કરશે. કેન્દ્રએ હજુ સુધી એનઆરસી પર કોઈ ચર્ચા કરી નથી. રહી વાત એનપીઆરની તો મને નથી લાગતુ કે જો આ દર 10 વર્ષે થતી હોય તો મને નથી લાગતું કે તેનાથી કોઈને કોઈ ફરક પડશે. 

અત્રે જણાવવાનું કે રાજ્યમાં શિવસેનાની સહયોગી એનસીપી અને કોંગ્રેસ નાગરિકતા કાયદા અને એનઆરસીનો સતત વિરોધ કરી રહ્યાં છે. 

જુઓ LIVE TV

ભીમા કોરેગાંવની તપાસ કેન્દ્રને સોંપવાથી એનસીપી નારાજ
ભીમા કોરેગાંવ મામલાની તપાસ પર સીએમ ઉદ્ધવ ઠાકરેએ કહ્યું કે આ મામલાની તપાસને હજુ કેન્દ્ર સરકારને સોંપાઈ નથી. તેમણે કહ્યું કે યલગાર પરિષદ અને ભીમા કોરેગાંવ બંને અલગ અલગ કેસ છે. અમે ફક્ત યલગાર પરિષદની તપાસ કેન્દ્રને સોંપી છે. ભીમા કોરેગાંવની તપાસ કેન્દ્રને સોંપી નથી. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news